GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પથ્થર વડે હુમલો, કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

MORBI:મોરબી જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પથ્થર વડે હુમલો, કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મારામારીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના યોગીનગર વિસ્તારમાં જૂની અદાવત રાખી એક શખ્સે ૩૦ વર્ષીય યુવક પર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


​મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે કુબેર ટોકિઝ પાછળ આવેલ યોગીનગર શેરી નંબર-7 માં રહેતા ભાવેશભાઈ રતીલાલભાઈ અગેચાણીયા (ઉ.વ. ૩૦) નામના યુવકને તેના જ વિસ્તારમાં રહેતા અનીલભાઈ સનુરા સાથે આજથી સાતેક દિવસ પહેલા કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી.આ બોલાચાલીનો ખાર મનમાં રાખીને આરોપી અનીલભાઈએ ભાવેશભાઈ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ પથ્થરનો છૂટો ઘા મારતા ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.હુમલાના પગલે યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને તપાસમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પણ બહાર આવી છે. આ અંગે ભોગ બનનાર ભાવેશભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.”સાત દિવસ અગાઉ થયેલી સામાન્ય તકરારનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.”
​પોલીસે આરોપી અનીલભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!