MORBI:મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા એ જાહેર માર્ગ પર થી 2572 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા એ જાહેર માર્ગ પર થી 2572 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યા
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,572 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે. મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 276 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 32લોકોને પાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત ૩૩ નાગરિકો ના પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે. પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કુલ 1,849 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે, અને RFID તથા Taggingની કામગીરી આગામી સમયમાં મોરબી મહાનગર પાલિકાની ANCD શાખા દ્વારા યથાવત રહેશે.









