નવસારી જિલ્લાના ચીખલી મા×મકાન પેટા વિભાગ હસ્તક આવેલ વિવિધ માર્ગોની કામગીરી કામગીરી પૂરજોશમાં…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે તેમજ ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે….
નવસારી જીલ્લામાં આવેલ (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ વિવિધ માર્ગોની કામગીરી પ્રગતિ હેઠળ છે એમ માર્ગ અને મકાન વિભાગ, નવસારી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવેલ છે.
તદાનુસાર, સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કિ. મી. ૦/૦ થી ૩૮/૪ છે. ચેઈનેજ કિ.મી. ૨૩/૨ થી ૨૩/૪ પર બોક્સ કલ્વર્ટ સ્લેબ કોંક્રિટ વર્ક પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ પર મજબૂતીકરણ અને પહોળાઈ ડામર વર્ક પેવર અને ટેન્ડમ રોલરનો ઉપયોગ કરીને ફોર લેનિંગ રસ્તો બીટ્યુમીન રોડપેવિંગ કામ હાથ ધરવામાં આવેલ છે. લાંબા સમયથી અપેક્ષિત રહેલા આ માર્ગ વિકાસથી સ્થાનિક લોકોમાં આનંદનું વાતાવરણ છે. ડામરની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત સરળ અને સગવડભર્યો બની જશે. વાહનોની અવરજવર દરમિયાન થતી ધૂળ, ખાડાઓ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગામો વચ્ચેનું સંચાલન વધુ સુચારૂ બનશે.
બામણવેલ દોણજા રોડ કિ.મી. ૦/૦ થી ૧૩/૦ છે. ચેઈનેજ કિ.મી. ૯/૨ થી ૯/૪ પર શટરિંગ વર્ક ઓફ રિટેનિંગ વોલનું કામ હરણગામ પાસે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના અનેક ગામો વચ્ચે સીધી કનેક્ટીવીટી થશે. તેમજ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે. ખાસ કરીને વરસાદી મૌસમ દરમિયાન નદી પર થતી આવન-જાવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. આ પુલ ગ્રામ્યવિસ્તારો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે. જેના પરિણામે મુસાફરીનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ કિ.મી. ૯/૦ થી ૪૧/૨ અને કિ.મી. ૪૪/૪ થી ૫૯/૬ છે. ચેઇનેજ કિ.મી. ૧૧/૦ થી ૧૧/૨ પર ડામર વર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે. ડામરની કામગીરી પૂર્ણ થયા પછી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. માર્ગની સપાટીને વધુ ટકાઉ અને લાંબા ગાળે ઉપયોગી બને તેવી તકનીક અપનાવવામાં આવી છે. ગુણવત્તા ધોરણનું પાલન થાય તે માટે સતત તકનિકી દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. તેમજ ગુણવત્તાપૂર્ણ કામ નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેથી નાગરિકોને સુવિધાજનક તથા સુરક્ષિત મુસાફરી મળી રહે. આ પ્રોજેક્ટથી ગામોના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિધાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે. તેમજ ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.





