GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ: સાલમપુરા ગામના ખેતરમાંથી ૭ ફૂટ લાંબો મગર રેસ્ક્યુ કરાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા સાલમપુરા ગામે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોજે સાલમપુરા ગામના રહીશ નટુભાઈ શંકરભાઈ બારીયાના ખેતરમાં અંદાજિત ૭ ફૂટ જેટલો વિશાળ મગર આવી ચઢતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. આ કામગીરીમાં સાજીવાવના વનપાલ આર.એસ. સોલંકી, શહેરાના વનપાલ એસ.બી. માલીવાડ, વન રક્ષક સહાયક વી.એમ. રાઠોડ તથા ડ્રાઇવર વિજયભાઈ જોડાયા હતા. રેસ્ક્યુ કરાયેલા મગરને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સહી-સલામત રીતે પાનમ જળાશયમાં કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button
error: Content is protected !!