GUJARATPANCHMAHALSHEHERA
શહેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી નિરીક્ષણ હેઠળ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
- શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આજથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો શિસ્તબદ્ધ માહોલમાં પ્રારંભ થયો છે, જેમાં નગરની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ અને મોડલ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે 8 બ્લોકમાં કુલ 209 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ, મોડલ સ્કૂલના કેન્દ્ર પર યુનિટ-1 અને યુનિટ-2 મળી કુલ 572 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 10 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાતા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલે ઓબ્ઝર્વર તરીકે કડક દેખરેખ રાખી હતી. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પૂજાબેન પારગી તથા પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વિશેષમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની તબિયત જળવાઈ રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી. આમ, વહીવટી તંત્ર અને પોલીસના સંકલનથી શહેરામાં બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસની પ્રક્રિયા અત્યંત સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.






