DAHODDAHOD CITY / TALUKOGUJARAT

ઢોલ વાગે ને ધ્રુજે ધરતી, દાહોદની એ શાન છે,રીત-રિવાજો સાચવી રાખવા, આદિવાસી સમાજનું માન છે…

તા.૨૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ઢોલ વાગે ને ધ્રુજે ધરતી, દાહોદની એ શાન છે,રીત-રિવાજો સાચવી રાખવા, આદિવાસી સમાજનું માન છે…

આદિવાસી સમાજની વિસરાતી વિરાસતનો ગુંજતો નાદ -‘ભવ્ય સાંસદ ઢોલ મેળો 2026’દાહોદમાં યોજાવા જઈ રહ્યો છે​ જય જોહાર!​ મિત્રો, જેની રગ રગમાં આદિવાસી સંસ્કૃતિ વહે છે અને જેના હૃદયમાં પોતાની પરંપરા માટે અપાર પ્રેમ છે, એવા આપણા દાહોદની ધરતી પર ફરી એકવાર ઢોલનો ડંકો વાગવાનો છે​ આજકાલના આધુનિક જમાનામાં જ્યારે આદિવાસી સમાજ તેમની જૂની રૂઢિઓ અને રિવાજો ભૂલતા જઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજમાં અમૂલ્ય વિરાસતને જીવંત રાખવા માટે એક વ્યક્તિ અડીખમ ઊભા છે. એ નામ એટલે ભૂતપૂર્વ પોલીસ અધિકારી નગરસિંહ પલાસ ગામડાઓમાં લગ્ન હોય કે ખુશીનો અવસર, ઢોલના તાપ વિના બધું અધૂરું છે. આ આદિવાસી રૂઢિ અને પરંપરા આદિવાસી સમાજના પૂર્વજોની અમાનત છે. આ વારસો વિસરાઈ ન જાય અને આવનારી પેઢી તેને ગર્વથી અપનાવે, તે માટે નગરસિંહ પલાસ વર્ષોથી પોતાની મૂડી અને સમય ખર્ચીને આ ભવ્ય ‘ઢોલ મેળો’ યોજી રહ્યા છે.તો તૈયાર થઈ જાવ! આદિવાસી સંસ્કૃતિના સાક્ષી બનવા અને ઢોલના તાલે ઝૂમવા માટે તો ક્યારે? આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર પરેલ ગ્રાઉન્ડ, દાહોદ રૂઢિગત પરંપરાઓનું પ્રદર્શન અને ભવ્ય ઢોલ સ્પર્ધા આ માત્ર મેળો નથી, આ આદિવાસી સમાજની અસ્મિતાનો ઉત્સવ છે! તમારી હાજરી એ આદિવાસી સમાજની પરંપરાને મળતું બળ છે.તો ચાલો, સાથે મળીને આદિવાસી સમાજની શાન અને આદિવાસી પરંપરાનું સન્માન જાળવવા અને તેમની રૂઢિ સંસ્કૃતિને માણવા અને નિહાળવા. ૨૮ ફેબ્રુઆરીએ પરેલ ગ્રાઉન્ડ પર મળીશું!

Back to top button
error: Content is protected !!