લાખણી ના માણકી ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર નુ ખાત મુહુર્ત ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે યોજાયું

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા ના માણકી ગામે દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે પેટા આરોગ્ય કેન્દ્ર ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો લાખણી સહિત દિયોદર વિસ્તાર ની રાત દિવસ સતતં ચિંતીત દિયોદર ના ધારાસભ્ય સભ્ય દ્વારા લાખણી વિસ્તાર સહિત ૭ જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા આજ રોજ ખાત મુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો લોકો ને પોતાના ગામમાં સરળતાથી આરોગ્ય ની સેવાઓ મળી રહે અને નાની મોટી બીમારી મા ઝડપથી સારવાર મળી રહે એજ સંકલ્પ સાથે વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે લાખણી વિસ્તાર મા ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમા લાખણી તાલુકા ના ૩ ગામો એટલે લિબાઉ ચાળવા અને કુવાણા મા તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્ર નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને લાખણી તાલુકાના ૪ ગામો લાખણી ૨ રામનગર લાખણી ૩ કેશરસીહ ગોળીયા માણકી અને વજેગઢ ગામો મા આજ રોજ ખાત મુહુર્ત કરી ગામ લોકો ને નવી ભેટ આપવા મા આવી છે ગામ જ પોતાના વિસ્તારમાં નજીક વધુ સુલભ ગુણવત્તા સભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે રાજ્ય સરકાર ની જનકલ્યાણ કારી યોજનાઓ નો પુરો લાભ મળશે અને દરેક ગામ દરેક માનવી સુધી પહોશે તેવુ ધારાસભ્ય દ્વારા જણાવા મા આવ્યું હતુ સાથે લાખણી તાલુકા ભાજપ ની ટિમ પ્રમુખ ઉપપ્રમુખ અને ટીમ આરોગ્ય વિભાગ અને વિસ્તાર ના સૌ વડીલો યુવાનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી




