મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ખાતે અંદાજિત રૂ. ૧૨.૬૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી (KV) સબસ્ટેશનનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ખાતે અંદાજિત રૂ. ૧૨.૬૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી (KV) સબસ્ટેશનનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા
*****



રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…
વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ – મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા
****
નવા સબસ્ટેશનના નિર્માણથી આસપાસના ૧૬ જેટલા ગામોના લગભગ ૫૮૫૫ કરતા વધુ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે – મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા
***
રાજ્યના છેવાડાના માનવી અને ગ્રામીણ વિસ્તારો સુધી માળખાગત સુવિધાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા મુકામે નવનિર્મિત ૬૬ કેવી સબસ્ટેશનનું રાજ્યકક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કૌશિક વેકરિયાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં શરૂ થયેલ ‘જ્યોતિગ્રામ યોજના’ થકી આજે ગુજરાતના ખૂણે ખૂણે ૨૪ કલાક વીજળી પહોંચી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં દર વર્ષે ૮૦ થી ૧૦૦ જેટલા નવા સબસ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ છે.
નવા સબસ્ટેશનની વિશેષતાઓ અને લાભ વિષે જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લગભગ ૪૯૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ નવું સબસ્ટેશન ૩૦ એમવીએ (MVA) ક્ષમતા ધરાવે છે. આ સબસ્ટેશનમાંથી કુલ ૫ નવા ૧૧ કેવી ફીડરો કાર્યરત કરવામાં આવશે, જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડર અને ૨ ખેતીવાડી ફીડરનો સમાવેશ થાય છે. આ નવા સબસ્ટેશનના નિર્માણથી આસપાસના ૧૬ જેટલા ગામોના લગભગ ૫૮૫૫ કરતા વધુ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે. વોલ્ટેજની સમસ્યાઓ હલ થશે, લાંબા ફીડરોના કારણે થતા ટેક્નિકલ લોસમાં ઘટાડો થશે અને ભવિષ્યમાં નવા ઘરેલુ, કૃષિ અને ઔદ્યોગિક વીજ જોડાણો સહેલાઈથી મળી શકશે.




