Rajkot: બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કલેકટર ડો. ઓમ પ્રકાશ

તા.૨૬/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ધો-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ:શહેરના કુલ ૩૨૨ પરીક્ષા કેન્દ્રો પર ૮૦,૨૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Rajkot: કલેકટર ડો. ઓમ પ્રકાશે શહેરના રૈયા રોડ ખાતે આવેલી ન્યુ એરા સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાના છાત્રોને પુષ્પગુચ્છ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. અને વિદ્યાર્થીઓને તનાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
રાજકોટ જિલ્લા અને શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે શહેરના રૈયા રોડ પર આવેલી ન્યૂ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવી, પુષ્પ અર્પી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. બોર્ડની પરીક્ષાનો કાલ્પનિક ભય દૂર કરી વિદ્યાર્થીઓને શાંતિથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા કલેક્ટરશ્રીએ બોર્ડના છાત્રોને પ્રેરણા આપી હતી.
રાજકોટમાં ધો.૧૦ અને ૧૨ના કુલ ૮૦,૨૪૮ વિદ્યાર્થીઓને કુલ ૩૨૨ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગોએ સંકલન કરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરેલ છે.







