BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસેથી હટાવવામાં આવેલા શાકભાજી અને ફળના લારીધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફૂટના નાના લારીધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે.આ તમામ લારીધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે. તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે. હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે.તારીખ 02 જાન્યુઆરીના રોજ તમામ લારીધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારીધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે.
અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઉભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે.જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!