TANKARA:ટંકારામાં તસ્કરોનો આતંક: PGVCLના રૂ1.94 લાખની કિંમતના વીજ વાયરોની ચોરી

TANKARA:ટંકારામાં તસ્કરોનો આતંક: PGVCLના રૂ1.94 લાખની કિંમતના વીજ વાયરોની ચોરી
ટંકારા: ટંકારા તાલુકામાં તસ્કરોએ સરકારી મિલકતને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. તાલુકાના અરણેશ્વર ફીડર હેઠળ આવતી વીજ લાઇનમાંથી અજાણ્યા શખ્સો આશરે ₹1.94 લાખની કિંમતના એલ્યુમીનીયમ વાયર ચોરી કરી નાસી છૂટ્યા છે. આ મામલે PGVCLના નાયબ ઈજનેરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ પર રહેતા અને PGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ટંકારાના અરણેશ્વર ફીડર વિસ્તારમાં વીજ લાઇનના વાયરોની ચોરી થઈ છે.
ચોરી થયેલ સામાન: 100 sqmm ના 1800 મીટર લાંબા એલ્યુમીનીયમ વાયર કુલ 16 વીજ પોલ (થાંભલા) પરથી વાયર ઉતારી લેવામાં આવ્યા છે.કિંમત: પ્રતિ મીટર ₹108 લેખે કુલ ₹1,94,400/- ની મિલમત્ત.
આ ચોરીની ઘટના તારીખ 27/02/2026 ના સવારે 10:00 વાગ્યા પહેલાના સમયગાળામાં બની હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ PGVCL ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી, આ ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









