GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ પર રિક્ષાની ઠોકરે બાઈક સવાર પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

MORBI:મોરબીના પંચાસર રોડ પર રિક્ષાની ઠોકરે બાઈક સવાર પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

 

​મોરબી: શહેરના પંચાસર રોડ પર પૂરઝડપે આવતી એક સીએનજી રિક્ષાએ બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



​મળતી માહિતી મુજબ, મોરબીના બગથળા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતપરા (ઉ.વ. ૨૦) અને તેમના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા પોતાનું મોટરસાયકલ (નંબર GJ-36-CH-6657) લઈને બગથળાથી મોરબી આવી રહ્યા હતા.​જ્યારે તેઓ પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે પહોંચ્યા, ત્યારે અચાનક એક સીએનજી રિક્ષાના ચાલકે (નંબર GJ-36-W-4683) પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. ડિવાઈડરના કટ પાસે રિક્ષાચાલકે અચાનક રિક્ષા વાળીને બાઈક સાથે જોરદાર ટક્કર મારી હતી.​આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહેશભાઈ પ્રભુભાઈ સરડવાને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈનો આબાદ બચાવ થયો હતો.​આ બનાવ અંગે સંજયભાઈ સીતપરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!