GUJARATKUTCHMUNDRA

ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા ગાયોને લાડુ ખવડાવી જીવદયા પ્રોજેક્ટનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર મુંદરા કચ્છ

 

ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા ગાયોને લાડુ ખવડાવી જીવદયા પ્રોજેક્ટનું આયોજન

ભુજ, તા.28 ફેબ્રુઆરી 2026:

ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા દર મહિનાના જીવદયા અને માનવસેવાના પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજી મંદિર પાંજરાપોળ ખાતે ગાયોને લાડુ ખવડાવવાનું પાવન આયોજન શ્રદ્ધા અને ભાવના સાથે યોજાયું હતું.

આ સમગ્ર આયોજન પ્રમુખ ગીતા પારેખની આગેવાનીમાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું. તેમના માર્ગદર્શન હેઠળ બહેનો દ્વારા ગાય માતાની સેવા સાથે જીવદયા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગાયોને લાડુ ખવડાવી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહામંત્રી ડિમ્પલ ભણસાલી, નિશા ખંડોર, દીપા શાહ તેમજ સંસ્થાની અન્ય બહેનો ઉપસ્થિત રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. સર્વે સભ્યો દ્વારા ગાયોની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

આ સેવા કાર્યના દાતા તરીકે શ્રીમતી નિશાબેન હિતેશભાઈ ખંડોલ રહ્યા હતા. તેમના દાન અને સહકાર બદલ સંસ્થાની તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આવા સેવાકાર્યો સમાજમાં દયા, કરુણા અને માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે તથા નવી પેઢીને સકારાત્મક પ્રેરણા આપે છે. અંતે સર્વજીવો પ્રત્યે દયાભાવ વધે અને સેવા કાર્ય સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Check Also
Close
Back to top button
error: Content is protected !!