
યોગેશ કાનાબાર રાજુલા
ભેરાઈ ચોકડી પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં વૃદ્ધનું મોત

અમરેલી/રાજુલા: રાજુલા નજીક ભેરાઈ ચોકડી પાસે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને મોપેડ સવાર વ્યક્તિને હડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યું વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર વૃદ્ધ તળાજા તાલુકાના દેવળી ગામના રહેવાસી ત્રિકમભાઈ લાખાભાઈ પરમાર (ઉમર 70 વર્ષ) હોવાનું ઓળખાયું છે. તેઓ મોપેડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી.
અકસાનની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.




