AMRELIGUJARATRAJULA

રાજુલાની કાશીબા હોસ્પિટલના ડોક્ટરોની બે માસની મહેનતથી 590 ગ્રામની બાળકી આજે સ્વસ્થ

સરકારની પીએમ જય યોજના બની નવજાત બાળકી માટે આશીર્વાદરૂપ

યોગેશ કાનાબાર રાજુલા

સરકારની પીએમ જય યોજના બની નવજાત બાળકી માટે આશીર્વાદરૂપ

રાજુલાની કાશીબા હોસ્પિટલના ડોક્ટરોની બે માસની મહેનતથી 590 ગ્રામની બાળકી આજે સ્વસ્થ

ઊના તાલુકાના ગીર કોદિયા ગામના રહેવાસી કલ્પેશભાઈ મકવાણાના ઘરે તા. 06-01-2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું વજન ફક્ત 590 ગ્રામ હતું. ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકીની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તાત્કાલિક વિશેષ સારવારની જરૂરિયાત હતી.

પરિવાર દ્વારા બાળકી ને રાજુલા શહેરની કાશીબા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી, જ્યાં સરકારની પીએમ જય યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરોની ટીમે સતત બે માસ સુધી બાળકીની સઘન દેખરેખ અને સારવાર કરી.

ડોક્ટરોના જણાવ્યા મુજબ સતત સારવાર અને સંભાળ બાદ હવે બાળકીનું વજન વધીને 1.200 કિલોગ્રામ થયું છે અને તેની તબિયત સંપૂર્ણ રીતે સ્થિર છે. 28-02-2026ના રોજ બાળકી ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આ સમગ્ર સારવાર દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હતો, પરંતુ સરકારની યોજના હેઠળ પરિવારને આર્થિક ભાર સહન કરવો પડ્યો નહોતો. જેથી આ યોજના પરિવાર માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ.

આ સફળ સારવારમાં ડૉ. દિનેશ કલસરિયા, ડૉ. રાકેશ છોટાળા, ડૉ. વૈશાલી કાતરીયા, ડૉ. વિશ્વા જાની અને ડૉ. શત્રુઘ્ન બાંભણિયા સહિત સમગ્ર સ્ટાફે દિવસ-રાત મહેનત કરી હતી. બાળકી ને રજા આપતા સમયે સમગ્ર સ્ટાફ ભાવવિભોર બન્યો હતો.

હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને સેવા આપવાની તક મળવી એ તેમના માટે ગૌરવની બાબત છે. સરકારની પીએમ જય યોજના આવા પરિવારો માટે ખરેખર જીવનદાતા સમાન સાબિત થઈ રહી છે.

પરિવાર તરફથી સરકાર અને કાશીબા હોસ્પિટલની ડોક્ટરોની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે બાળકી હસતી-ખેલતી અને સ્વસ્થ અવસ્થામાં પોતાના ઘરે પરત ફરી છે — જે સમગ્ર પરિવાર તેમજ હોસ્પિટલ સ્ટાફ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની.

Back to top button
error: Content is protected !!