GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના મીતાણા પાસે PGVCL ના રૂ. ૩.૯૫ લાખના વાયરની ચોરી

TANKARA:ટંકારાના મીતાણા પાસે PGVCL ના રૂ. ૩.૯૫ લાખના વાયરની ચોરી

 

​ટંકારા: ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મીતાણા ૬૬ કેવી સબ સ્ટેશન હેઠળ આવતા વિવિધ ફીડરોમાંથી અજાણ્યા ચોર ઇસમો આશરે રૂ. ૩.૯૫ લાખની કિંમતના ૫૫૬૦ મીટર એલ્યુમીનીયમ વાયરની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.


​ઘટનાની વિગત મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા અને PGVCLમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૦૪ ફેબ્રુઆરીની સાંજથી તા. ૦૭ ફેબ્રુઆરીની સવાર દરમિયાન કોઈ પણ સમયે અજાણ્યા તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. ૧૧ કેવી જીઆઈડીસી ફીડર: મીતાણા સબ સ્ટેશન પાસે સરકારી ગોડાઉનથી નાના ડેમ વચ્ચેના ૧૫ ગાળાના ૧૫૭૫ મીટર વાયર.૧૧ કેવી ખોડીયાર ખેતીવાડી ફીડર: ૧૬ ગાળાના ૧૬૮૦ મીટર વાયર.૧૧ કેવી જીઆઈડીસી ફીડર (બહુચર મંદિર પાછળ): ૨૫ ગાળાના વાયર.૧૧ કેવી અર્નેશ્વર વોટર વર્કસ ફીડર: સરાયા સબ સ્ટેશન રોડ પર સ્પેર લાઈનના ૩૪ ગાળાના વાયર.તસ્કરોએ કુલ ૫૫૬૦ મીટર એલ્યુમીનીયમ વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૯૫,૫૭૭ થાય છે, તેની ચોરી કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!