MORBI:મોરબીમાં ‘પત્રકારની ખોટી ઓળખ આપી ખંડણી અને લુટની કોશિશનો પર્દાફાશ

MORBI:મોરબીમાં ‘પત્રકારની ખોટી ઓળખ આપી ખંડણી અને લુટની કોશિશનો પર્દાફાશ
મોરબી શહેરમાં પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે ખંડણી માંગતા અને લૂંટનો પ્રયાસ કરતા વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા નામના બે શખ્સોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, આ શખ્સોએ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી અને લૂંટનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. નામદાર કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે: મુખ્ય આરોપી વિશાલ સેજપાલ સામે અગાઉ પણ બે થી ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.આ શખ્સો પત્રકાર હોવાનો દેખાવ કરી નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી રૂપિયા પડાવવાનું નેટવર્ક ચલાવતા હતા પોલીસની કડક અપીલ મોરબી એ ડિવિઝન પોલીસે મીડિયાના માધ્યમથી નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે:”જો કોઈ પણ નાગરિક આ ફેક પત્રકારોની ધમકી કે ખંડણીનો ભોગ બન્યા હોય, તો ગભરાયા વગર તુરંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.”પોલીસની આ કડક કાર્યવાહીથી મોરબીમાં પત્રકારના નામે તોડબાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









