ઓગડ તાલુકા કચેરીએ થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
ઓગડ તાલુકા કચેરીએ થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ઓગડ તાલુકા કચેરીએ થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
જનહિત માટે લડત યથાવત માટે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે મામલતદારને થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી ઠાકોર,ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ વદસિંહ વાઘેલા, કાંકરેજ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી,સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં. જિલ્લા પંચાયતના પુર્વચેરમેન પુરણસિંહ વાઘેલા, પિન્ટુજી ઓમ વોટર પ્લાન્ટ સહીત થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૨ માર્ચ ૨૦૨૬ના રોજ આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે (૧) તા.૧૯/૧૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં જે વ્યક્તિના નામ અન્ય ગામોમાં છે.તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા નગર પાલિકાની મતદાર યાદીમાં છે.(૨) તા.૧૯/૧૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં ભાગ નં.-૨૨૫,ક્રમાંક નં.-૮૧, ૮૨,૧૧૬,૨૨૧ વગેરે મતદારો તાણા ગામમાં હતા અને રહેઠાણ પણ ત્યાં ધરાવે છે. સદર ક્રમાંકવાળા મતદારો તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા ભાગ નં.-૧૮૭ માં થરા નગર પાલિકાની મતદાર યાદી સમાવેશ કરવામાં આવેલ છે તે કયા પુરાવાના આધારે કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ માહિતી આપવી.(૩) તા.૧૯/૧૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં તાણા ગામના ૭૦ થી વધુ મતદારો હતા જે તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદારયાદીમાં થરા નગર પાલિકાની મતદાર યાદી સમાવેશ કરવામાં આવેલ છે.(૪) થરા નગર પાલિકાની મતદાર યાદીમાં તાણા તેમજ અન્ય ગામોના મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે જેને તાત્કાલિક ધોરણે પોતાના ગામમાં મૂકવામાં આવે.(૫) થરા નગર પાલિકા મતદારયાદી સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવેલ છે.પ્રમુખ વદનજી ઠાકોરે જણાવ્યું હતું કે મતદારયાદી સંબંધિત ગેરરીતિઓ અને ગામના મતદારોના હક્ક બાબતે યોગ્ય તપાસ કરી,ન્યાય મળે તેવી અમારી માંગ છે.જનતાના અધિકાર અને હક્ક માટે અમારી લડત હંમેશા ચાલુ રહેશે.સાચા અને પારદર્શક વહીવટ માટે કોંગ્રેસ સમિતિ પ્રતિબદ્ધ છે.તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





