GUJARATSAGBARA

સાગબારાના રણબૂડા ગામે જાગૃત યુવાન અને ગામ લોકોના સહકાર થી CCTV ની સ્થાપના કરવામાં આવી

 

 

સાગબારાના રણબૂડા ગામે જાગૃત યુવાન અને ગામ લોકોના સહકાર થી CCTV ની સ્થાપના કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ણબુડા ગામમાં સુરક્ષા અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી હર્ષભેર પહેલ કરવામાં આવી છે. ગામના જાગૃત નાગરિક અને આગેવાન હરેેશભાઈ તેમજ ગામની પંચ સમિતિના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગામમાં વિવિધ મુખ્ય ચોક, પ્રવેશદ્વાર, શાળા આસપાસ તથા સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરાઓની સ્થાપના કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પગલું ગામની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવાનું એક સશક્ત ઉદાહરણ પૂરું પાડે છે. CCTV કેમેરા સ્થાપનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મળશે, શંકાસ્પદ હલચલ પર નજર રાખી શકાશે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બને તો પુરાવા રૂપે રેકોર્ડિંગ ઉપલબ્ધ રહેશે. આ પહેલથી ગામલોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે અને ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો તથા બાળકો માટે નિર્ભય વાતાવરણ ઊભું થશે. ગામના વિકાસ માટે ‘સુરક્ષા પ્રથમ’ના સૂત્રને સાકાર કરતાં હરેેશભાઈ અને પંચ સમિતિએ એકતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ગામજનો દ્વારા આ સરાહનીય કાર્ય માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવી જ સકારાત્મક પહેલોથી રણબુડા ગામ વિકાસના નવા શિખરો સર કરશે

Back to top button
error: Content is protected !!