GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પતિનાં ત્રાસથી કંટાળી છેલ્લા આઠ કલાકથી ઘરેથી નીકળી ગયેલ મહિલા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ

MORBI મોરબી પતિનાં ત્રાસથી કંટાળી છેલ્લા આઠ કલાકથી ઘરેથી નીકળી ગયેલ મહિલા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ

 

પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલા ને સમજાવી પરત ઘરે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

મહિલાઓ ની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે


તારીખ:-૦૨/૦૩/૨૦૨૬ ના રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી જુના બસ સ્ટેશન છેલ્લા આઠ કલાકથી એકલા બેઠા છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને સરખું સરનામું પણ આપતા નથી મહિલા ગભરાયેલી હાલતમાં છે અને ખુબ જ રડે છે અને મહિલા ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં મહિલાને સૌપ્રથમ સાંત્વના આપી અને ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહિલા તેમના પતિ, સાસુ, સસરા સહીતના પરિવાર સાથે મોરબી એક ટાઈલ્સ ની કંપની માં રહે છે મહિલા હાલ એમ.પી.ના હોય પરંતુ કેટલાક સમયથી તેઓ તેમના પરિવાર સાથે કંપનીમાં રહે છે મહિલા ના પતિ રોજ રોજ નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારિરીક રીતે ત્રાસ આપતા હતા તેમજ વાત વાતમાં ગુસ્સો કરીને મહિલા સાથે મારઝુડ કરીને અયોગ્ય વર્તન કરતા હતા તેમજ ઘરની બહાર નીકળી જવાની વારંવાર ધમકી આપતા હતા અને મહિલા ને અપશબ્દો બોલતા હોય તેમજ મહિલા બીમાર હોય ત્યારે સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જતા નાં હોય મહિલાએ તેમના પતિને હોસ્પિટલ જવા જણાવેલ તો મહિલા ના પતિ ને ગુસ્સો આવતા મહિલા સાથે મારઝુડ કરેલ હોય અને હોસ્પિટલ પણ લઈ ગયા ના હોય મહિલાએ લવ મેરેજ કરેલ હોવાથી મહિલા ના માતા -પિતા પણ મહિલાને બોલાવતા નાં હોય તેથી મહિલા આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નો થી મુંઝાયેલા હોય માટે મહિલા કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલા ને આશ્વાશન આપવામાં આવેલ અને મહિલાને સમજાવેલ કે આવી રીતના ક્યારેય પણ ઘરેથી ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ મહિલા ને તેમના પરિવાર નું સરનામું પુછેલ અને કંપની નું સરનામું પુછેલ તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ અને સસરા સાથે વાતચીત કરેલ અને તેમની કંપની એ ગયેલ મહિલા નાં પરિવારે જણાવેલ કે મહિલા નાં પતિ નાઈટ ડ્યુટી કરીને ઘરે આવેલ હોય માટે મહિલાને હોસ્પિટલ જવાનું નાં પાડતા ઝઘડો થયેલો હોય તેથી મહિલા પરિવાર ના જાણ બહાર ઘરેથી છેલ્લા આઠ કલાકથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ હોય.

૧૮૧ ટીમ દ્વારા મહિલા નાં પરિવાર ને કાઉન્સિલીગ કરતા જણાવ્યું કે મહિલા સાથે મારઝુડ કરવી અને ધમકી આપવી એ કાયદાકીય રીતે ગુનો છે તેમજ મહિલા સાથે ગેરવર્તન ન કરવાં અને મહિલા ને માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા ના પરિવાર ને સમજાવેલ કે મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ મહિલા ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા અને મહિલા નું ધ્યાન રાખવા જણાવેલ.

આમ મહિલા એ ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ મહિલા ને સહી સલામત તેમના પરિવાર જનોને સોંપવામાં આવેલ હોય મહિલાના પરિવાર જનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!