MORBI મોરબી-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે ખીરઈના પાટીયા પાસે કારને ઠોકર મારી નુકસાન પહોંચાડ્યું

MORBI મોરબી-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે ખીરઈના પાટીયા પાસે કારને ઠોકર મારી નુકસાન પહોંચાડ્યું
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માળિયા તાલુકાના ખીરઈ ગામના પાટીયા પાસે એક કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી આગળ જતી કારને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ મામલે કાર ચાલકે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રહલાદસિંહ મહેંદ્રસિંહ જાડેજા પોતાની હ્યુન્ડાઇ કંપનીની કાર (નંબર GJ-27-DB-3450) લઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ખીરઈ ગામના પાટીયા સામે રોડ પર પાછળથી પુરપાટ ઝડપે આવતા ટાટા કંપનીના સિગ્ના ટ્રક-કન્ટેનર (નંબર GJ-39-T-1387) ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી કારને પાછળના ભાગે જોરદાર ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના અંગે પ્રહલાદસિંહ જાડેજાએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અકસ્માત મામલે ગુનો નોંધી કન્ટેનર ચાલક વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








