GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા કમિશનર જયેશ ઉપાધ્યાયે ટીપી પ્લોટ્સ, આઇકોનિક માર્ગ અને સોલિડ વેસ્ટ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી શહેરના આયોજનબદ્ધ અને સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પર કામગીરી તેજ કરવામાં આવી રહી છે. આ અનુસંધાને બુધવારે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં શહેરના વિવિધ વિસ્તારોની મોર્નિંગ ફિલ્ડ વિઝિટ યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ ડેપ્યુટી ઈજનેર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન મહાનગરપાલિકા હસ્તકના વિવિધ ટાઉન પ્લાનિંગ (TP) પ્લોટ્સનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ઇટાળવાથી કબીલપોર સુધી પ્રસ્તાવિત નવા **‘આઇકોનિક માર્ગ’**ના વિકાસકાર્યો, માર્ગની રૂપરેખા અને ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શહેરના માર્ગ વ્યવસ્થાને વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

ત્યારબાદ કમિશનરશ્રીએ બોદાલી ખાતે પ્રસ્તાવિત નવી સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ (SWP) પ્લાન્ટ માટે પસંદ કરાયેલા સ્થળની મુલાકાત લીધી હતી. આ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (RTS) તથા સાયન્ટિફિક લેન્ડફિલમાટે ફાળવવામાં આવેલી જમીનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નિરીક્ષણ દરમિયાન કમિશનરશ્રીએ શહેરમાં કચરાના વૈજ્ઞાનિક અને અસરકારક નિકાલ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવા, ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું ગુણવત્તાસભર આયોજન કરવા તેમજ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!