GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ

 

MORBI:મોરબી જિલ્લા સંસ્કાર ભારતી દ્વારા ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ

રંગમંચ લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમાની ભારતીય પરંપરા અને પ્રણાલી મુજબ વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાટ્ય લોકભવાઈ સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર કલાગુરુઓના નિવાસ સ્થાને જઈને ગુરુપૂજન અને સન્માન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મૂળ વિરપરડાના શ્રી ડો.શિવધનભાઈ જુગતરામ વ્યાસ કે જેઓ ચારણી

સાહિત્યકાર ,કવિ ,લેખક લોકવાર્તાકાર, લોક ભવાઈ તેમજ લોકનાટ્ય આકાશવાણી માન્ય કલાકાર દૂરદર્શન માન્ય કલાકાર છે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર લોકવાર્તા તેમજ દુહા છંદ વિવરણ સાથે ૧૯૭૪ થી રજૂઆત કરતા આવ્યા છે ,બી હાઈ ગ્રેડ કક્ષાના તેઓ કલાકર છે

રામજી વાણીયા લિખિત રેડિયો નાટક “અસાઈત ઠાકર દીકરી ગંગા” મા ભરત યાજ્ઞિક સાથે રંગલાની ભૂમિકા ભજવી છે તેમજ “ગુજરાત કા લોક નાટ્ય ભવાઈ ” હિન્દી વાર્તાલાપ રજૂ કરેલ છે ,દુરદર્શન અમદાવાદ કેન્દ્ર ,દુરદર્શન રાજકોટ કેન્દ્ર પરથી અનેક લોકવાર્તાઓ રજૂ કરેલ છે,

નાટકો માં “મહારથી કર્ણ ” , “જેસલ તોરલ ” , “ભક્ત પ્રહલાદ ” તેમજ અન્ય સામાજિક નાટકો લખેલા છે હાલ ચારણી સાહિત્યમાં રચાયેલા આશરે 700 જેટલા છંદો અને કાવ્યો ની તેમની બુક છપાવવા જઈ રહી છે ,જેનું ટાઈટલ છે “શિવ કાવ્ય સરવાણી ” તદ ઉપરાંત લોકસાહિત્યકાર તરીકે રાજ્યભર માં અનેક સ્ટેજ કાર્યક્રમો આપેલા છે લોક ભવાઈમાં એમનું શ્રી રાજેશ્વરી ભવાઈ મંડળ ચાલતું હતું તેમાં સાંજે ગાવણા થી માંડી ને સવારે ભજવાતા રામદે રાહોલ સુધીના વેસો ભજવેલા છે, ભવાઈ અને નાટકોમાં દરેક વેશ માં મુખ્ય પુરુષ પાત્ર ભજવેલ છે ,જેવા કે નાટક “રામ રાજ્ય” માં શ્રીરામની ભૂમિકા

કવિ શ્રી જુગતરામ વ્યાસ લેખિત નાટકો “ભક્ત બિલ્વ મંગળ”માં બિલ્વ મંગળનું પાત્ર , નાટક “સત્યવાન સાવિત્રી” મા સત્યવાનનું પાત્ર નાટક “શેણી વિજાણંદ” માં વિજાણંદ નું પાત્ર “મહારથી કર્ણ” માં કર્ણનું પાત્ર ,જેસલ જાડેજા નુ પાત્ર અને જે નાટક થકી એમને ખૂબ લોકચાહના મળી એવું નાટક એટલે કે “રાંકનું રતન” તેમાં ભજવેલ ચારણના પાત્ર એ અપ્રતિમ સફળતાઓ અપાવી છે ઉપરાંત

મોરબી ખાતે 1979 માં ઉજવાયેલ “હીરજી કેશવજી શતાબ્દી મહોત્સવ” માં દિલ્હીથી આવેલ સંગીત નાટક અકાદમીના હોદ્દેદારો શ્રીમતી કમલા ચટોપાધ્યાય, રંગનાઈકી આયંગર તેમજ ઈ.એન.ટી પ્રમુખ શ્રી મનસુખ જોશી તેમજ ગુજરાતના ધુરંધર કલાકારો સાથે તેમને કામકરેલ. બીજા કલા ગુરૂની જો વાત કરીએ તો ખાખરાડાના શ્રી મનહરભાઈ પૈજા જેઓ રેડીઓ ટીવી આર્ટિસ્ટ અને સારા વાર્તાકાર અને સાહિત્ય મરમગ્ન છે તેઓ એક ઉત્તમ કવિ છે અને પીગલ સાહિત્ય પર સારુ પ્રભુત્વ ધરાવે છે તેમને અનેક છંદો અને કવિતાઓ ની રચના કરેલ છે નિયમિત રીતે તેમની વાર્તાઓ છંદો પરના વક્તવ્યો અને પ્રસ્તુતિઓ આકાશવાણી સ્ટેશન પરથી પ્રસારિત થતી રહે છે તેમજ સંતવાણી આરાધક શ્રી છગન ભગત કોયલી વાળા લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી પ્રાચીન ભજન સંતવાણીની પરંપરાને જાળવી રાખી છે ગામડાઓના ચોરાઓ થી માંડીને અનેક પ્રસિદ્ધ જગ્યાઓમાં એમને સંતવાણી ભજનો પ્રસ્તુતિઓ કરી છે અને એ પ્રાચીન પરંપરા જળવાઈ રહે એ માટે નાવોદિત યુવા કલાકાર મિત્રોને માર્ગદર્શન આપી રહ્યા છે.

 

ઉપરોક્ત તમામ ત્રણેય કલાગુરુઓના નિવાસ સ્થાને મોરબી જિલ્લા સંસ્કાર સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા મહામંત્રી પ્રાણલાલ પૈજા, કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા, મંત્રી માધુરીબેન વારેવડીયા લોકકલા સંયોજક અને પ્રાંત સમિતિના સદસ્ય રવિરાજભાઈ પૈજા સાહિત્ય કલા સદસ્ય પરમભાઈ જોલાપરા જિજ્ઞાસાબેન બગા, મંચિયકલા સંયોજક ભાસ્કરભાઈ પૈજા સહીત સમિતિના સહુ કલા સંયોજકો સદસ્યો અને સન્માનિત કલાગુરુઓના શિષ્યો જોડાઈને ભારતીય પરંપરા અને સંસ્કાર ભારતીની પ્રણાલી મુજબ સન્માન કરાયું હતું.અને કલાગુરુઓના પોતાના ક્ષેત્રના સંઘર્ષ અને કડવા મીઠાં યાદગાર અનુભવો પોતાની રચનાઓ કેણીની રીતો અને કલાયાત્રાના સંસ્મરણો વાગોડ્યા હતા.

Back to top button
error: Content is protected !!