MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર: CBDC યોજનાનું અમલીકરણ શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

MORBI:મોરબી તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર: CBDC યોજના હેઠળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ

 

મોરબી તાલુકાના રેશનકાર્ડ ધારકો સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં CBDC ઓનબોર્ડિંગ કરાવવું ફરજિયાત

​ભારત સરકારના સહયોગથી સમગ્ર ગુજરાત રાજ્યમાં CBDC (Central Bank Digital Currency) યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે મોરબી તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકો માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઓનબોર્ડિંગ માટેની મુખ્ય બે કેટેગરી:​૧. કેટેગરી-૧ (વાઈટ લિસ્ટિંગ થયેલ લાભાર્થીઓ): જે લાભાર્થીઓના આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં એક જ સમાન મોબાઈલ નંબર છે, તેમને PNB બેંક દ્વારા વાઈટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આવા લાભાર્થીઓએ પોતાનો સ્માર્ટફોન (આધાર લિંક કરેલ SIM કાર્ડ સાથે) લઈ ગ્રામ્ય કક્ષાએ V.C.E. અથવા B.C. (Business Correspondence) પાસે જઈ ઓનબોર્ડિંગ કરાવવાનું રહેશે.

​૨. કેટેગરી-૨ (વાઈટ લિસ્ટિંગ ન થયેલ લાભાર્થીઓ):
​આધારમાં નંબર ન હોય તો: સૌપ્રથમ આધાર સુધારણા કેન્દ્ર (CSC, પોસ્ટ ઓફિસ) પર જઈ મોબાઈલ નંબર લિંક કરાવવો.​રેશનકાર્ડમાં નંબર ન હોય તો: ‘MyRation App’ દ્વારા તે જ નંબર રેશનકાર્ડમાં લિંક કરી E-Kyc કરવું ફરજિયાત છે.

​​નવો નિયમ: હવેથી એક મોબાઈલ નંબર એકથી વધારે રેશનકાર્ડમાં રજીસ્ટર કરી શકાશે નહીં.

જરૂરી એપ: લાભાર્થીઓએ પ્લે સ્ટોર પરથી ‘PNB Digital Rupee’ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

અંતિમ તારીખ: ઓનબોર્ડિંગની આ કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૬ છે.તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી કરવામાં આવે છે કે સમયમર્યાદામાં પોતાની ઓનબોર્ડિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.

Back to top button
error: Content is protected !!