GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલના શહેરા નગરમાં મેઈન બજાર અને હોલી ચકલા ખાતે ભક્તિસભર માહોલમાં હોલિકા દહન કરવામાં આવ્યું

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હોળીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરના મેઈન બજાર અને હોલી ચકલા જેવા મુખ્ય વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી હોળીની પ્રદક્ષિણા કરી, શ્રીફળ અને ધાણી-મમરાની આહુતિ આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. હોલિકા દહનનો ઇતિહાસ ભક્ત પ્રહલાદની અડગ આસ્થા સાથે જોડાયેલો છે; પૌરાણિક કથા મુજબ, જ્યારે અસુર રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને મારવા માટે વરદાન પામેલી બહેન હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિમાં નાખ્યો, ત્યારે ભગવાનની ભક્તિના પ્રતાપે અગ્નિથી ન બળવાનું વરદાન હોવા છતાં પાપી હોલિકા બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદનો આબાદ બચાવ થયો હતો. આમ, શહેરાના હાર્દ સમાન વિસ્તારોમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ પર્વની નગરજનોએ ધામધૂમથી ઉજવણી કરી એકબીજાને પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!