GUJARATHALOLPANCHMAHAL

હાલોલના કુંભારવાડા ખાતે રહેતી 3 વર્ષીય હાનિયા મીરે રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૩.૩.૨૦૨૬

હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કુંભારવાડા ખાતે રહેતી માત્ર 3 વર્ષીય હાનિયા ઝેનુલ મીર એ રમજાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.અને રમઝાનનો પવિત્ર મહિનો મુસ્લિમો માટે ખૂબ જ ખાસ છે, જેમાં મુસ્લિમો 29 કે 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે. દરેક પુખ્ત અને સ્વસ્થ વ્યક્તિ માટે ઉપવાસ રાખવા ફરજિયાત છે. ઉપવાસ એ ઇસ્લામના પાંચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે.ત્યારે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કુંભારવાડા ખાતે રહેતી માત્ર 3 વર્ષીય હાનિયા ઝેનુલ મીર એ રમજાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ માત્ર 3 વર્ષીય હાનિયા મીર ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!