
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકારક પ્રતિનિધિ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ જીન બજાર વિસ્તારમાં આવેલ જીન મેદાન ખાતે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર ડૉ.પારુલ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક કોઓર્ડિનેટર કામીનાબા રાજના સાનિધ્યમાં યોજવામાં આવ્યો.
નેત્રંગ તાલુકાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોગ શિબિરમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર અને અને સામજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી અને યોગ સાધકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં સાધકોએ ઉર્જા થી ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.



