MORBI:મોરબી લાલપર પાસે લેબર કોલોનીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબી લાલપર પાસે લેબર કોલોનીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી: શહેરના લાલપર ગામની સીમમાં આવેલી એક લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પાવર હાઉસ પાછળ આવેલી ઈપોસ સ્ટાઈલ કોલોનીમાં રહેતા નીજર ઓમાન (ઉં.વ. ૨૧) નામના યુવાને પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં યુવાનનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.મૃતક નીજર ઓમાન ઉંમર: ૨૧ વર્ષ લાલપર, મોરબી યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









