MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.)હોળીની રમત બાબતે ત્રણ શખ્સોએ યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી

MALIYA (Miyana):માળીયા (મી.)હોળીની રમત બાબતે ત્રણ શખ્સોએ યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી

 

​માળીયા (મીયાણા): હોળીના તહેવાર દરમિયાન માળીયા મીયાણા પંથકમાં જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાળિયેર ફેંકવાની રમત રમી રહેલા યુવાનોને ગાળો આપી, ત્યારબાદ જી.કે. હોટલ પાસે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.



​મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (૨૫) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના સાથીઓ હોળી નિમિત્તે નાળિયેરની રમત રમી રહ્યા હતા. આ સમયે આરોપીઓ અલ્ટો કાર લઈને ત્યાં આવ્યા હતા અને યુવાનોને બેફામ ગાળો આપી માર મારવાની ધમકી આપીને નીકળી ગયા હતા.ત્યારબાદ, મિતરાજસિંહ અને તેમના મિત્રો આ બાબતે વાત કરવા માટે આરોપીઓનો પીછો કરતા જી.કે. હોટલના ગ્રાઉન્ડ પાસે પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓ સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડી સાથે ઉભા હતા.​છરી બતાવી જાનથી મારવાની ધમકી યુવાનો જ્યારે આરોપીઓને સમજાવવા ગયા, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને ફરીથી ગાળાગાળી કરી હતી અને તે પૈકીના શખ્સોએ છરી બતાવી તમામ યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી માળીયા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે: યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી (રહે. ખીરઈ, માળીયા) કાસો સામતાણી (રહે. ચિખલી, માળીયા) ​જુસબ (રહે. ખીરઈ, માળીયા) ​પોલીસ કાર્યવાહી: હાલમાં માળીયા મીયાણા પોલીસે મિતરાજસિંહની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!