
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર મુંદરા કચ્છ.
રવાપર બસ સ્ટેશન રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ચકાસણી – વેપારીઓને સ્વચ્છતા બાબતે માર્ગદર્શન
જગદીશ દવે | દેશલપર (ગુંતલી)
નખત્રાણા તાલુકાના રવાપર ગામે રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દ્વારા બસ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ચા-પાણીની હોટેલો, નાસ્તાની દુકાનો, શાકભાજી દુકાનો, શેરડીના સંચા તથા આર.ઓ. પ્લાન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના તથા જિલ્લા એપીડેમિક શાખાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન પ્રમાણે આ કામગીરી કરવામાં આવી.
મુલાકાત દરમિયાન સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીનું ક્લોરીનેશન કરવા, ડસ્ટબિનનો ઉપયોગ કરવા, ડિસ્પોઝેબલ ગ્લાસ અને ડિશનો સ્વચ્છ ઉપયોગ કરવા, સડેલા ફળો-શાકભાજીનો નાશ કરવા તેમજ હલકી ગુણવત્તાવાળી ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ન કરવા અંગે સમજ આપવામાં આવી.
પાણીજન્ય અને દૂષિત ખોરાકથી ફેલાતા રોગોને અટકાવવા માટે આગોતરા પગલાંરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં MPHW શ્રી, MPHS શ્રી તેમજ તમામ વેપારીઓ, હોટેલ અને આર.ઓ. પ્લાન્ટના માલિકોએ સહકાર આપ્યો હતો. તેવુ આરોગ્ય કર્મચારી શ્રી સુલેમાન પિંજારા જેવોની યાદીમાં જણાવેલ હતુ.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



