MORBI:મોરબી કબીર ટેકરીમાં મધરાતે પોલીસનો દરોડો, ૧૮ જુગારીઓ રૂ.૬.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

MORBI:મોરબી કબીર ટેકરીમાં મધરાતે પોલીસનો દરોડો, ૧૮ જુગારીઓ રૂ.૬.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબી: શહેરમાં જુગારની બદીને નાબૂદ કરવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ ટીમે કબીર ટેકરી વિસ્તારમાં મધરાતે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ૧૮ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ.૬,૧૫,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કબીર ટેકરી શેરી નંબર-૦૫ માં રહેતા કિશનભાઇ અગેચણીયા પોતાના મકાનમાં જુગારની ક્લબ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે મધરાતે ઓચિંતી રેઇડ કરી હતી.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ ૧૮ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:રોકડ રકમ: રૂ.૨,૧૫,૨૫૦ મોટરસાયકલ: ૦૮ નંગ (કિંમત રૂ.૪,૦૦,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ.૬,૧૫,૨૫૦
ઝડપાયેલા આરોપીઓની યાદી પોલીસે કિશનભાઇ અગેચણીયા, મિલનભાઇ અગેચણીયા, સુનીલભાઇ સનારીયા, જીગરભાઇ દસાડીયા, પરાગભાઇ પંચાસરા (રાજકોટ), આકાશભાઇ માંડવીયા, દીલીપભાઇ મહેતા, વિશાલભાઇ મહેતા, વિશાલભાઇ રાજદેવ, રવીરાજભાઇ પારેખ, જીતેન્દ્રભાઇ વાળા, અજયભાઇ કાગડા, કૌશલભાઇ ખીલોશીયા, કલ્પેશભાઇ સોલંકી, રાજદીપસિંહ જાડેજા, દેવાંગભાઇ મહેતા, મૌલીકભાઇ રાણપરા અને ધીમલભાઇ ગોસાઇની ધરપકડ કરી છે.પોલીસે તમામ ૧૮ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








