MORBI:મોરબીના ઐતિહાસિક ‘સૂરજબાગ’ના નવીનીકરણનું ૩૦% કામ પૂર્ણ: ટૂંક સમયમાં શહેરીજનોને મળશે નવું નજરાણું

MORBI:મોરબીના ઐતિહાસિક ‘સૂરજબાગ’ના નવીનીકરણનું ૩૦% કામ પૂર્ણ: ટૂંક સમયમાં શહેરીજનોને મળશે નવું નજરાણું
મોરબી શહેરની શાન ગણાતા અને વર્ષો જૂના ‘સૂરજબાગ’ ને આધુનિક બનાવવાનું કામ મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની તાજી સ્થિતિ અંગે જણાવતા અત્યાર સુધીમાં આશરે ૩૦% જેટલું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
પ્રોજેક્ટની હાલની સ્થિતિ :જમીન લેવલિંગ : બગીચાના પાયાના કામ અને જમીન સપાટ કરવાનું કામ પૂર્ણ થયું છે.વોકિંગ ટ્રેક : મુખ્ય વોકિંગ ટ્રેકનું માળખું અને સીમાઓ નક્કી કરી દેવામાં આવી છે.ડ્રેનેજ અને પાણી : બગીચામાં પાણીના નિકાલ અને છોડવાઓ માટેની પાઈપલાઈનનું પ્રાથમિક કામ પૂર્ણ થયું છે.કમ્પાઉન્ડ વોલ નું કામ હાલ પ્રગતી હેઠળ છે.આગામી તબક્કો : હવે પછીના તબક્કામાં બાળકો માટેના પ્લે-એરિયા, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન (વૃક્ષારોપણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.









