GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નગરપાલિકાનો સપાટો: લીલાપર રોડ આવાસ યોજનાના 336 ફ્લેટની ફાળવણી રદ

મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં ૧૧૧૬ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના 336લાભાર્થીના આવાસો રદ કરવામાં આવ્યા અને યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અંતર્ગત ૪૦૦ આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તારીખ ૩૦/૦૧/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ હતો. ડ્રો માં સફળ થયેલ ૪૦૦ લાભાર્થીઓ પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો અને ધારા-ધોરણ મુજબ નિયત થયેલ પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલ હતા. અથવા તો સોંપવામાં આવેલ આવાસનો કાયમી ધોરણે લાભાથી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ નથી અથવા તો ફાળવેલ આવાસનો અન્ય આસામી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી તમામ બાબતોને લક્ષમાં લઈ 33૬ લાભાર્થીઓના આવાસ સક્ષમ કક્ષાએથી રદ્દ કરવામાં આવેલ છે. રદ કરેલ આવાસ પરત મેળવીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણી અર્થેની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. રદ કરેલ 336 આવાસોના લાભાર્થીઓના ડ્રો લીસ્ટની વિગતે મૂળ સરનામા અપૂરતા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવું શક્ય ન હોવાને કારણે લાભાર્થીઓનું લિસ્ટ લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP)ની સાઇટ ઉપર બિલ્ડિંગ પ્રમાણે (ફાળવેલ આવાસના સરનામે) ચૌટાડીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર યાદી તારીખ: 03-03-૨૦૨૬ થી તારીખ: ૧૩-૦૩-૨૦૨૬ દરમ્યાન કચેરીના સમયે જોઈ શકાશે જેની લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં-1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) ના લાભાથીઓએ.નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!