GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સામાકાંઠે આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબીના સામાકાંઠે આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી, ચામુંડાનગર શેરી નંબર-01 માં રહેતા ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકી (ઉં.વ. 55) એ ગત રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. ગૌતમભાઈએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ગળાફાંસો ખાવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, અકસ્માત મોત અંગેની નોંધ કરી છે. ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









