MEHSANAVIJAPUR

વિજાપુરમાં બે વર્ષની બાળા નૂર ફતેમા એ પ્રથમ રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું

વિજાપુરમાં બે વર્ષની બાળા નૂર ફતેમા એ પ્રથમ રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં હૈદરી ચોક સાંથ બજાર રહેતા વસીમ ખાન પઠાણ ની બે વર્ષીય દીકરી નૂર ફતેમા એ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજો રાખી સૌનું ધ્યાન આકર્ષ્યું છે.આ બે વર્ષીય નૂર ફતેમા એ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે રોજો રાખી ધૈર્ય, સબર અને ધાર્મિક ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોજા દરમ્યાન દિવસભર ભૂખ અને તરસ હોવા છતાં ખુશી અને આત્મવિશ્વાસ સાથે રોજો પૂર્ણ કર્યો હતો.
આ પ્રસંગે પરિવારજનોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી.સ્થાનીક રહીશો અને પરિચિતોએ પણ બાળાઓના આ ધાર્મિક સંકલ્પ અને નિષ્ઠાની પ્રશંસા કરી, અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!