KALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ.

 

તારીખ ૦૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં “દિશા”- જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (DISHA – ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) ની બેઠક કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં વિવિધ યોજના અંતર્ગત થયેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. જે અંગે સાંસદ એ તમામ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા અને પંચમહાલ જિલ્લામાં ભારત સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ધારાસભ્ય અને તાલુકાઓના જનપ્રતિનિધીશ્રીઓ દ્વારા રોડ રસ્તા, શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે માટે સાંસદએ તમામ વિકાસલક્ષી પશ્નોના ઝડપથી હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્યશ્રી સર્વે સી કે રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ દેસાઈ , નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, દિશા કમિટીના સભ્યો, તાલુકાના જન પ્રતીનિધિશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!