દિયોદરના બોડા ગામમાં દારૂ પીનાર ને 5100 અને વેચનાર ને 51000 હજાર નો દંડ

દેશી દારૂનું હબ ગણાતા ગામમાં હવે દારૂ વેચનાર ની ખેર નથી લીધો નિર્ણય
દિયોદરના બોડા ગામમાં દારૂ પીનાર ને 5100 અને વેચનાર ને 51000 હજાર નો દંડ
પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
• બહાર થી પીને આવશે તેને પણ દંડ ભરવો પડશે
•દારૂબંધી માટે સમસ્ત ગ્રામજનોએ બેઠક યોજી નિર્ણય લીધો પોલીસ મથકે રજૂઆત થઈ
દિયોદર તાલુકાના બોડા ગામમાં હવે દારૂબંધીને લઈ કડક નિર્ણય લેવાયો છે જેમાં ગ્રામજનોએ બેઠક યોજી ગામમાં દારૂ પીનાર ને 5100 અને દારૂ વેચનાર ને 51000 હજાર નો દંડ ની જોગવાઈ કરાઈ છે દારૂબંધી ને અમલમાં રાખવા ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે
દિયોદર તાલુકાના બોડા ગામમાં ઘણા સમયથી દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હતું જેમાં ઠાકોર સમાજના બંધારણ બાદ બોડા ગામમાં દારૂબંધી માટે મોટો નિણર્ય લેવાયો છે જેમાં શુક્રવારે બોડા ગામમાં ઠાકોર સમાજના યુવાનોએ એક બેઠક યોજી હતી જ્યાં ઠાકોર સમાજના યુવાનોએ ગામમાં દારૂબંધી કરી ગામમાં દારૂ પીનારને 5100 અને દારૂ ઉકાળી ને વેચનાર ને 51000 હજાર નો દંડ નો નિર્ણય લેવામાં આવ્યો હતો શુક્રવારે સમસ્ત ગ્રામજનો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પી આઈ વી જે પ્રજાપતિને આવેદન પત્ર પાઠવી ગામમાં દારૂ વેચનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી





