GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે MMC4WOMEN અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન

MORBI મોરબી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે #MMC4WOMEN અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન

 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રુપે મોરબી મહાનગરપાલિકા દ્વારા #MMC4WOMEN અંતર્ગત વિવિધ કાર્યક્રમનુ આયોજન કરેલ છે જે અન્વયે આજરોજ તા. ૬/૩/૨૦૨૬ ના રોજ મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમા મહિલા સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

જેમા મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરના લક્ષણો વિશે સમજ આપવામા આવેલ જેથી સમયસર નિદાન તથા સારવાર થઇ શકે ઉપરાંત હીમોગ્લોબીન, બ્લડપ્રેશર તથા સુગરની વિનામુલ્યે તપાસ અને સારવાર કરવામા આવેલ અને એનેમિયા, ડાયાબિટીસ તથા હાઇપરટેંશનથી બચાવ અંગે માર્ગદર્શન પુરુ પાડવામા આવેલ હતુ. ઉપરોક્ત કેમ્પમા બહોળી સંખ્યામા મહિલાઓએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!