DEDIAPADAGUJARATNARMADA

સાગબારા ખેડૂતના ઘાસચારો અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેતા પોલીસ ફરિયાદ

સાગબારા ખેડૂતના ઘાસચારો અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેતા પોલીસ ફરિયાદ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/03/2026 – સાગબારા તાલુકા ના રણબુડા ગામના ખેડૂતના ખેતરમાં આવેલો ઘાસચારો અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેતા પોલીસ ફરિયાદ

 

 

 

તારીખ 6 માર્ચની સાંજે લગભગ 7 થી 8 વાગ્યાના ગાળામાં હરેશભાઈ વસાવાના ખેતર (મોજરા ગઢ) ખાતે કેટલાક શંકાસ્પદ લોકોએ અંદાજે ₹50 થી ₹60 હજાર જેટલા પાકને આગ લગાવી દીધી હોવાની ઘટના બની છે.

 

આ બાબતે રાતોરાત સાગબારા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં શંકાસ્પદ લોકોના નંબર પણ રજૂ કરવામાં આવ્યા છે.

 

ખેડૂત દ્વારા આ બાબતે પોલીસ તંત્રને નમ્ર વિનંતી કરી આ અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો આ ઘટનામાં સંડોવાયેલ હોય તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ થયેલ નુકસાનની ભરપાઈ મળે તેવી માંગ કરી છે

Back to top button
error: Content is protected !!