GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ટીંબડી ગામે નજીવી બાબતે મહિલા પર ચાર શખ્સોનો લાકડી વડે હુમલો

​MORBI:મોરબી ટીંબડી ગામે નજીવી બાબતે મહિલા પર ચાર શખ્સોનો લાકડી વડે હુમલો

 

​મોરબી: શહેરના નજીક આવેલા ટીંબડી ગામની શ્રી હરિ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકના તોફાન બાબતે ચાલી રહેલા મનદુઃખમાં ચાર શખ્સોએ એક મહિલા પર લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.



​મળતી માહિતી અનુસાર, ટીંબડી ગામની શ્રી હરિ સોસાયટીમાં રહેતા પાયલબેન જીગ્નેશભાઈ સાધુ (ઉ.વ. ૩૫) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો નાનો દીકરો રુદ્ર તોફાન કરતો હોવાથી તેને સમજાવવા માટે બાથરૂમમાં પૂર્યો હતો. આ બાબતનો ખાર રાખીને પડોશમાં રહેતા શખ્સોએ બોલાચાલી શરૂ કરી હતી.​જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ પાયલબેન પર લાકડી વડે હુમલો કરી તેમને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી.​પોલીસે ગુનો નોંધ્યો ​ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:​સંતોષભાઈ પાંડે ​રાણીબેન સંતોષભાઈ પાંડે ,​નિકીબેન સંતોષભાઈ પાંડે
​એન્ઝલબેન સંતોષભાઈ પાંડે,​ હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!