GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા.

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા.

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હદમાં આવતા વિસ્તારોને અનઅધિકૃત દબાણથી મુક્ત કરવા એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરી અંતર્ગત મોરબી મનપાની દબાણ શાખા બે શક્તિ ચોકથી ગાંધી ચોક (મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસ)સુધી, પંચાસર રોડ, વાવડી રોડ મહિતના વિસ્તારો પર ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા.

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય શહેરમાં વાહન વ્યવહાર સરળ અને સુગમ રહે તે માટે ગેરકાયદેશર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના હાદ સમા જાહેર માર્ગો પરથી અનઅધિકૃત દબાણો દુર કર્યા હતા, જે કામગીરી અંતર્ગત એસ્ટેટ શાખાએ શક્તિ ચોકથી ગાંધી ચોક (મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસ) સુધી, પંચાસર રોડ, વાવડી રોડ પરના નગરના હાદ સમા વિસ્તાર પર વાહન વ્યવહારની અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા. એસ્ટેટ શાખાની આ કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર દબાણ કરતાં વેપારીઓ પાસેથી અંદાજિત રૂ.11.300/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

વધુમાં તાજેતરના હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, શ્રદ્ધાળુઓ અને નાગરિકોને તહેવારની સામગ્રી સરળતાથી મળી રહે તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના નિર્ધારિત વિવિધ રોડ પર શરતોને આધીન રહીને હંગામી સ્ટોલ ઉભા કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી તહેવારની ઉજવણી સુવ્યવસ્થિત રીતે થઈ શકે.

Back to top button
error: Content is protected !!