GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૮ માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નિઃશુલ્ક સિટી બસ સેવા ની ભેટ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરની તમામ નારી શક્તિના સન્માનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ખાસ દિવસે શહેરની તમામ મહિલાઓ અને બાળાઓ માટે સિટી બસ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક રહશે નવસારી જિલ્લાની તમામ મહિલાઓ અને યુવતીઓ, બાળકીઓ, નવસારી શહેરના તમામ રૂટ પર ચાલતી સિટી બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિટી બસ માં નિઃશુલ્ક મુસાફરી ની ભેટ આપવામાં આવી છે. જેનો નવસારી શહેરની બહેનો આ સેવા નું લઈ ગૌરવભેર ઉજવણી કરવા નવસારી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.




