ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસાની સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગમાં “લેમ્પ લાઇટ ઓથ સેરેમની” કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓએ માનવસેવાના સંકલ્પ સાથે લીધી પ્રતિજ્ઞા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસાની સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગમાં “લેમ્પ લાઇટ ઓથ સેરેમની” કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓએ માનવસેવાના સંકલ્પ સાથે લીધી પ્રતિજ્ઞા

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ડૉ.જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગમાં વર્ષ 2026 ત્રીજી બેચના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓ સમજી વિધાર્થીઓએ નર્સિંગની કારકિર્દી ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ દ્વારા યોજાયેલ સમારોહમાં વિધાર્થીઓએ માનવસેવાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લીધો હતો.
ઇસવીસન 1800 માં થયેલ યુદ્ધમાં ઘાયલ સૈનિકોને એક રાજાની દીકરી ફ્લોરેન્સ નાઇનટી એંગલે ફાનસના અજવાળે દર્દીઓની સારવાર કરીને નવજીવન આપ્યું હતું ત્યારથી આ નર્સિંગની કારકિર્દી શરૂ થઈ હતી.માટે દરેક વિધાર્થીઓને કોલેજમાં અભ્યાસ શરૂ થાય તે પહેલા શપથ લેવડાવવામાં આવે તે કાર્યક્રમને લેમ્પ લાઇટ ઓથ સેરેમની કહેવાય છે. મોડાસાની ડૉ. જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ ખાતે નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે દીપ પ્રજ્વલિત કરી દીપ લાઈટિંગ અને શપથવિધિ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની નૈતિકતા,સેવા અને માનવતાના મૂલ્યોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જેમાં નર્સિંગના મૂલ્યો અને જવાબદારી સમજી વિધાર્થીઓએ નર્સિંગની કારકિર્દી ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બી.એડ કોલેજ મોડાસાના પ્રિન્સિપાલ ડૉ.બિપીનભાઈ ડી. પટેલ તેમજ પાટણ યુનિવર્સિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડીન અને અમદાવાદથી કેન્સર રોગના જાગૃતિ એક્ટિવિસ્ટ દર્શનાબેન બૂટાલા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જીગીશભાઈ મહેતા, સંસ્થાના માનદમંત્રી પુનમભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ સહિત મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપ્રિડેન્ટેન્ડ રાકેશભાઈ પટેલ,ડોક્ટરો,વહીવટી ટીમ,સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગના સેક્રેટરી મયુરભાઇ બૂટાલા તેમજ વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ નર્સિંગ વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવતાની સેવા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક ગણાવીને દીપ પ્રગટાવ્યું હતું.સાથે સમાજમાં એક આદર્શ નર્સની ભૂમિકા કઈ રીતે ભજવવી તેના પર ભાર આપીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસાના ચેરમેન જીગીશભાઈ મહેતા દ્વારા લેમ્પ લાઇટ ઓથ સેરેમની કાર્યક્રમ અંતર્ગત શપથ લેનાર વિધાર્થીઓને ગિફ્ટ આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ દરમિયાન જી.એન.એમ અને બી.એસ.સી. નર્સિંગમાં ઉત્તમ પરિણામ મેળવનાર પ્રથમ,દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હર્ષિત રાવલ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ઉર્વિ પ્રજાપતિ, અને સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સંસ્થાના સેક્રેટરી મયુરભાઈ બૂટાલા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!