DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ ગોદીરોડના કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસ નિમિત્તે MGVCL દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૦૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ગોદીરોડના કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસ નિમિત્તે MGVCL દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કર્મચારીઓના શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપતા એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કર્મચારીઓ પોતાના કામના ભારણ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને બીમારીઓનું વહેલી તકે નિદાન થાય તેવા શુભ હેતુથી યોજાયેલા આ કેમ્પમાં MGVCL ના અંદાજે 70 થી 80 જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન અર્બન RBSK ટીમ તેમજ અર્બન T-3 ના મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ દ્વારા કર્મચારીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન કર્મચારીઓના બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ તેમજ અન્ય પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા કર્મચારીઓને હાલની બદલાતી જીવનશૈલીને કારણે થતા રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન અને તબીબી સલાહ પણ આપવામાં આવી હતી. સલામતી દિવસ નિમિત્તે માત્ર કામની સલામતી જ નહીં, પરંતુ કર્મચારીની વ્યક્તિગત આરોગ્ય સુરક્ષા પણ એટલી જ મહત્વની છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!