ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ તાલુકામાં ડામર રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉનાળાની ગરમીમાં રોડ પીગળ્યો – ભ્રષ્ટાચાર ને દબાવવા કોન્ટ્રાક્ટરો રોડ પર ડામર નું પેન્ટિંગ કરી રહ્યાં હોવાનો પુરાવો.!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં ડામર રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉનાળાની ગરમીમાં રોડ પીગળ્યો – ભ્રષ્ટાચાર ને દબાવવા કોન્ટ્રાક્ટરો રોડ પર ડામર નું પેન્ટિંગ કરી રહ્યાં હોવાનો પુરાવો.!!

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની શંકા ઊભી કરતી ઘટના સામે આવી છે. મેઘરજથી બેડઝ થઈ કુણોલ તરફ જતા માર્ગ પર બનાવાયેલ ડામર રોડ ઉનાળાની ગરમીમાં પીગળવા લાગ્યો હોવાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડના કામ દરમિયાન ગુણવત્તાનો અભાવ રાખવામાં આવ્યો હોવાના કારણે ડામર યોગ્ય રીતે ટક્યો નથી. ઉનાળાની ગરમી વધતા રોડ પરનું ડામર પીગળી રહ્યું છે અને માર્ગ પર ચોંટાઈ રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દરમિયાન એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે રોડ પર ડામરનું પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મેઘરજ થી બેડઝ માર્ગ પર માટીના કામમાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.પીગળેલા ડામરના કારણે માર્ગ પરથી પસાર થતા કેટલાક વાહનચાલકો સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી ગુણવત્તાહીન કામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!