
ફૈઝ ખત્રી… શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સેવાસદન ખાતે તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી અને વિવિધ સેવાઓનો લાભ લોકોને સ્થળ પર જ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરંતુ કાર્યક્રમ દરમિયાન લોકોની હાજરી અપેક્ષા કરતાં ઘણી ઓછી જોવા મળી હતી. જેના કારણે કાર્યક્રમ નિરસ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.i
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સેગવા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ પણ લોકોની ઓછી હાજરીને કારણે ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા ગામેગામ જાહેરાતો કરી લોકોને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.
આમ છતાં શિનોર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પણ લોકોની ઓછી હાજરીને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.




