
અરવલ્લી
અહેવાલ –
મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિધાર્થીનું અપહર કરી લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન કરવાની લાલચ આપી એક યુવકે ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની નું અપહરણ કરી ભગાડી જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર આરોપી યુવક સગીરાને લગ્ન કરવાની વાતો કરી વિશ્વાસમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેણે યુવતીને પોતાના ઘરે રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવક અમદાવાદ ખાતે જતો રહ્યો હતો આરોપીએ યુવતીને કેટલાક દિવસ સુધી પોતાના ઘરે જ રાખી વારંવાર તેની સાથે શરીર સુખ માણ્યું હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન આરોપી યુવક થોડા દિવસ બાદ યુવતીને પોતાના બનેવીના ઘરે પણ લઈ ગયો હતો તે દરમિયાન સગીરાના વાલી વારસાને જાણ થતા યુવતી મળી આવેલ હતી અને સમગ્ર ઘટનાક્રમ બાદ પરિવારજનોને જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.ઘટનાની જાણ થતાં ઇસરી પોલીસ સ્ટેશનમાં અપહર કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.હાલ ઇસરી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




