GUJARATKUTCHMUNDRA

મુંદરામાં રોટરી અને રોટરેક્ટ ક્લબ દ્વારા સતત ૧૬મા વર્ષે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી: રંગો અને રાસ-ગરબાની રમઝટમાં નગરજનો ઝૂમ્યા

વાત્સલ્યમ્ સમાચારમાં 

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરામાં રોટરી અને રોટરેક્ટ ક્લબ દ્વારા સતત ૧૬મા વર્ષે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી: રંગો અને રાસ-ગરબાની રમઝટમાં નગરજનો ઝૂમ્યા

 

મુંદરા, તા. 8:

મુંદરા શહેરમાં તાજેતરમાં રોટરી ક્લબ ઓફ મુંદરા અને રોટરેક્ટ ક્લબ ઓફ મુંદરા દ્વારા સતત ૧૬મા વર્ષે પરંપરાગત ધુળેટી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. મુંદરાની જનતાએ અત્યંત શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે રંગોમાં રંગાઈને આ પર્વની ઉજવણી કરી હતી. આ રંગોત્સવની શરૂઆત શ્રી નૃસિંહ મંદિર (ખારવા ચોક) થી કરવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શ્રી કોટેશ્વર મંદિર (જવાહર ચોક) પહોંચી હતી.

આ વર્ષે ઉત્સવમાં લાઈવ ઢોલી ટીમ, ડી.જે. મ્યુઝિક અને રેઈન શોવર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા જેમાં બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ નગરજનો સંગીતના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. કાર્યક્રમના અંતે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ સાથે પણ રાસ-ગરબા અને હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ આયોજનથી સમગ્ર મુંદરાનું વાતાવરણ રંગમય બની ગયું હતું અને ક્લબના સભ્યોના સુવ્યવસ્થિત સંચાલનથી આ ૧૬મો ધુળેટી ઉત્સવ યાદગાર સાબિત થયો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!