Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગણદેવી નગરપાલિકાના રૂ.૨.૯૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગણદેવીના વંદેમાતરમ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે રૂ. ૨.૯૫ કરોડના કુલ ૧૯ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ ભારત સરકારના જલ શક્તિ મંત્રી અને નવસારીના સંસદસભ્ય સી.આર.પાટીલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ , રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન ,જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ , સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ કામો અંગે માહિતી આપવામાં આવી હતી તથા નાગરિકોને આ સુવિધાઓનો સદુપયોગ કરી શહેરને સ્વચ્છ, ,સુવ્યવસ્થિત અને વિકાસમુખી બનાવવામાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.




