GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને ગૌસેવા દ્વારા અનોખી ઉજવણી

 

 

MORBI:મોરબી કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને ગૌસેવા દ્વારા અનોખી ઉજવણી

મોરબી: મોરબી-65 વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયા (કાનાભાઈ) ના જન્મદિવસ નિમિત્તે આજે મોરબી ખાતે વિવિધ સેવાકીય કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા એ જ સંકલ્પ’ના મંત્ર સાથે કાર્યકરો અને હોદ્દેદારોએ રક્તદાન કરી મંત્રીશ્રીને અનોખી શુભેચ્છા પાઠવી હતી.

 

બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન

​મોરબીના ઉમા ટાઉનશીપ કાર્યાલય ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં સવારથી જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબી ભાજપના તમામ હોદ્દેદારો, મોરબી-65 વિધાનસભાના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી. એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે અર્પણ કરવામાં આવશે.

​જન્મદિવસની ઉજવણી માત્ર રક્તદાન પૂરતી સીમિત ન રહેતા, મંત્રીશ્રીના દીર્ઘાયુની કામના સાથે ગૌશાળામાં ગાયોને સુખડી ખવડાવવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌસેવા કરીને આ દિવસને સાર્થક બનાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!